www.vakilsaheb.org – May 2021 – E – Newsletter
અભિનંદન વકીલમિત્રો, વકીલ સાહેબ ગ્રુપ ઓફ ગુજરાત એડવોકેટ તારીખ :- ૦૧-૦૧-૨૦૨૧ થી અસ્તિત્વ માં આવેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. જે પ્લેટફોર્મ અંતર્ગત ગુજરાત ના તમામ વકીલ મિત્રો ને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી તેમની ઓનલાઇન ડિરેક્ટરી બનાવી ને એકજુથ કરવાનો હેતુ છે. તથા રોજ બરોજ ની માહિતી તથા અપડેટ્સ દરેક વકીલ મિત્રો ને મળી રહે , તથા તમામ વકીલ મિત્રો પોતાની પ્રતિભા શેર કરી શકે , જરૂરી જ્ઞાન નું આદાન પ્રદાન કરી શકે, રોજીંદી પ્રેક્ટીસ માટે માર્ગદર્શન મળી રહે અને ગુજરાત ના તમામ જીલ્લા ના અને તાલુકા કોર્ટ ની માહિતી આસાની થી મળી શકે, અને કાયદા માં નિષ્ણાત એવા વકીલ સાહેબ નો જ્ઞાન નો મહિમા દરેક સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી સ્વૈચ્છિક રીતે પ્રામાણિકતા થી જોડાયેલ ગ્રુપ એટલે વકીલ સાહેબ.
_____________________________
વકીલ સાહેબ વેબસાઈટ ની સાથે વકીલ સાહેબ મંથલી ઈ-ન્યૂઝલેટર પણ શેર કરવાનો વિચાર ઘણા વકીલ સાહેબ ના સજેશન થી ચાલુ કરવામાં આવેલ છે. જેથી કરી ને માસિક પોસ્ટ દરમિયાન રજીસ્ટર થયેલ વકીલ શ્રી ની લીંક શેર કરી શકાય. મહિના દરમિયાન જરૂરી પોસ્ટ ને વધુમાં વધુ વકીલ મિત્રો સુધી પહોંચાડી શકાય. જરૂરી મહત્વનો ચુકાદો એ વકીલ મિત્રો સાથે શેર કરી શકાય. તથા પરીક્ષાલક્ષી મટીરીયલ શેર કરી શકાય તે હેતુથી તથા વકીલ શ્રી ઓ ના
સંદેશ આ માધ્યમથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુથી હાલ નો પ્રયાસ કરેલ છે. @vakilsaheb
ડીસ્ટ્રીકટ વાઈઝ રજીસ્ટર થયેલ વકીલ શ્રી ઓ નું લીસ્ટ .
(લીંક પર ક્લિક કરશો)
શું તમે જાણો છો. કોલમ થી :- (૧) ધી ગુજરાત પલ્બીક ટ્રસ્ટ એક્ટ ૨૦૧૧ ગુજરાત રાજ્ય માં હજુ સુધી અમલી બનેલ નથી . પરંતુ તેના બદલે ધી બોમ્બે ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ મુજબ જ કાયર્વાહી કરવાની રહે છે.
(૨) પ્રોપર્ટી ને ૨ રીતે જ ટ્રાન્સફર કરી શકાય છે. (અ) કાયમી (બ) કામચલાઉ
(વધુ માહિતી…..)
(૩) કોર્ટ ફી વિષે જાણકારી :- વકીલાત નામાં ઉપર – મેજીસ્ટ્રેટ કોર્ટ માં ૨ રૂપિયા ની ટીકીટ , સેસન્સ કોર્ટ માં ૩ રૂપિયા ની ટીકીટ અને હાઈકોર્ટ માં ૫ રૂપિયા ની ટીકીટ લગાડવામાં આવે છે. તેની સાથે વેલ્ફેર ટીકીટ પણ લગાડવામાં આવે છે. જામીન અરજી ઉપર ૫ રૂપિયા ની તથા મુદ્દત અરજી ઉપર ૨ રૂપિયા ની અને હાજરીમુક્તિ ની અરજી ઉપર ૩ રૂપિયા ની ટીકીટ લગાડવામાં આવે છે.
(૪) દાવો ક્યારે દાખલ થતા જ નીકળી શકે ? – સિવિલ પ્રોસીજર કોડ ના હુકમ ૭ નિયમ ૧૧ – ડી મુજબ (અ) જયરે દાવાનું કારણ દાવા માં જણાવેલ ના હોય ત્યારે (બ) દાવાની વેલ્યુએશન પ્રોપર ના કરી હોય ત્યારે (ક) અપૂરતો કોર્ટ ફી હોય (ડ) સમય મર્યાદા અધિનિયમ નો બાધ નડતો હોય (બ) અન્ય કોઈ કાયદાનો બાધ નડતો હોય ત્યારે
(૫) બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ એનરોલ્મેન્ટ ફી માં વધારો કર્યો નવી ફી રૂપિયા ૨૫૦૦૦/- અને ૨૨૦૦૦/- છે. (વધુ માહિતી….)
(૬) ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રૂપિયા ૯૦ લાખ ની કોરોના કાળ માં ફાળવણી વિષે ..(વધુ માહિતી.)
(૭) સુરત એડવોકેટ એસો. દ્વારા નકલી ઇન્જેક્શન ના આરોપી ઓ ના કેસ ના લડવા કરેલ ઠરાવ (વધુ માહિતી.)
(૮) નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોના ની પરીસ્તીથી ને ધ્યાને રાખતા લોક અદાલત એપ્રિલ અને મેં ૨૦૨૧ ની મોકૂફ રાખેલ છે.
કલમ ૧૩ મુજબ છુટા છેડા લેવાનાં આધાર ક્યાં ?
અગત્યના ચુકાદાઓ ધ્યાને રાખવા માટે
દરેક વકીલ સાહેબ એ ધ્યાને
રાખવાનો ચુકાદો ..
સુપ્રીમ કોર્ટની
ગાઈડલાઈન ………..
પોલીસે અટક ક્યારે કરી શકે ?
અટક પછી શું કરવું ? તે માટે નો
નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો..
નેગોશીયેબલ ઈન્સ્ટ. એક્ટ વિશે ,
વકીલ મિત્રો ને રોજ બરોજ ની પ્રેક્ટીસ માં જરૂર પડતા અગત્યના ફોરમેટ અમો વકીલ મિત્રો માટે અપલોડ કરીએ છીએ. આ અંક માં અમો એ નેગો. એક્ટ ની ફરિયાદ ફાઈલ કરતી વખતે કયા ક્યાં દસ્તાવેજો જોઈએ તથા કેવી રીએ ફરિયાદ ફાઈલ કરી શકાય તેનો નમુનો ફોરમેટ અમો મુકેલ છે. જે આપને રોજ બરોજ ની પ્રેક્ટીસ માં ઉપયોગી રહેશે તેવી આશા રાખીએ છીએ. તમે નીચેની લીંક ઉપર ક્લિક કરીને આ મુજબ ના ફોરમેટ ડાઉનલોડ ગુજરાતી માં કરી શકશો. જેમ કે (૧) પ્રથમ માહિતી પત્રક (૨) ચેક લીસ્ટ નું ફોરમેટ (૩) ફરિયાદ દાખલ કરવાની રીત (૪) વકીલાત નામા નું ફોરમેટ (૫) ક્યાં ક્યાં દસ્તાવેજ મુકવાના (૬) બાહેધરી પત્રક (૭) સરતપાસ નું સોગંદ નામું (૮) દસ્તાવેજ આંકે પાડવાની અરજી (૯) એફ.એસ. નો નમુનો (૧૦) આરોપી ની ફેવર કરતા જજમેન્ટ નું લીસ્ટ (૧૧) નેગોશીયેબલ ના કાયદાની લેટેસ્ટ એક્ટ ની પી.ડી.એફ. વિગેરે… ઉપરોક્ત માહિતી જોવા તથા ફોરમેટ ડાઉન લોડ કરવા
વાંચવા જેવા અગત્યના ચુકાદા :-
(૧) ઇન્ડિયન બેંક એસો….
(૨) દાલમિયા સિમેન્ટ….
(૩) કેનેરા બેંક વી. કેનેરા સેલ્સ …
(૪) કંચન મેહતા…
પરીક્ષા લક્ષી ..MCQ Test …..
વકીલ મિત્રો ને એ.આઈ.બી.ઈ. ની તથા જે.એમ.એફ.સી. તથા ડીસ્ટ્રીકટ જજ ની પરીક્ષા માં ઉપયોગી એવા એમ.સી.કયું ટેસ્ટ ઓનલાઈન ફ્રી માં અમો તમારા માટે ઉપલબ્ધ કરીશું. તમે નીચે મુજબ ની લીંક ઉપર જઈને ટેસ્ટ આપી શકશો.
Criminal Procedure Code – Test – 06
Criminal Procedure Code – Test – 05
Criminal Procedure Code – Test – 04
Criminal Procedure Code – Test – 03
Criminal Procedure Code – Test – 02
Criminal Procedure Code – Test – 01
@વકીલસાહેબ
Read Model Issue
CIVIL SUITS
- રેગ્યુલર સિવિલ દાવા માટે ના મુદ્દા
- પાર્ટીશન ના દાવા માટે ના મુદ્દા
- કેરીયાસ ના કાયદા માટે ના મુદ્દા
- સ્પેસિફિક રિલીફ એક્ટ માટે ના મુદ્દા
- ભાડા ના દાવા માટે ના મુદ્દા
- ભાગીદારી પેઢી માટેના મુદ્દા
- નાણાકીય દાવા ( મની સુટ)
- લાયસન્સ ના દાવા માટે ના મુદ્દા
- ઇલેક્ટ્રિકસીટી નાં દાવા માટે ના મુદા
- કરાર ના દાવા માટે ના મુદ્દા
- બેંક ના દાવા માટે ના મુદ્દા
- હિન્દુ મેરેજ પીટીશન માટે ના મુદ્દા
- ઇઝમેન્ટ ના દાવા માટે ના મુદ્દા
Download the latest Important Act
- Criminal Procedure Code :-
- Download
- Civil Procedure Code :-
- Download
- Indian Penal Code :-
- Download
- Negotiable Instrument Act :-
- Download
- Limitation Act :-
- Download
- Gujarat Prohibition Act :-
- Download
- Domestic Violence Act :-
- Download
વકીલ શ્રી ઓ ના આર્ટિકલ
એડવોકેટ શૈલેષ જે. લોધા. અમદાવાદ – પ્રોફાઈલ લીંક – અહી ક્લિક કરો. આપ શ્રી એડવોકેટ અમદાવાદ ખાતે હાલ પ્રેક્ટિસ માં કાર્યરત છો. આપે મોકલેલ બ્લોગ / આર્ટિકલ નીચે મુજબ છે.
વિષય :- બાળકો સામે કરેલા ગુના બદલ સજા (દંડની જોગવાઈ) અને તે વિષે.
અપરાધ :- બાળકોને માર પીટ કરવી , હુમલો કરવો જાણી જોઇને ઉપેક્ષિત કરવું અથવા તેને માનસિક શારીરિક કષ્ટ આપવું.
સંભવિત દંડ :- ૬ માસ માટે કારાવાસ અથવા દંડ અથવા બંને લાગુ પાડી શકાય.
અપરાધ :- બાળકો પાસે ભીખ મંગાવવી.
સંભવિત દંડ :- ૩ વર્ષ માટે કારાવાસ અને દંડ ની જોગવાઈ
અપરાધ :- બાળકોને ગુના કરવા માટે ઉશ્કેરવું
સંભવિત દંડ :- એક વર્ષ જેલ તથા દંડ ની જોગવાઈ
અપરાધ :- બાળકોને ડોક્ટર ની સલાહ લેવાય કેફી પદાર્થ આપવા .
સંભવિત દંડ :- એક વર્ષ માટે જેલ તથા દંડ ની જોગવાઈ
અપરાધ :- બાળકોને જોખમી કામ ધંધામાં રાખે, વેઠિયા તરીકે રાખે તથા તેમની કમાણી પોતાની પાસે રાખે.
સંભવિત દંડ :- ત્રણ વર્ષ માટે જેલ તથા દંડ ની જોગવાઈ.
બાળકોના યૌન શોષણ અંગે માહિતી :-
બાળકોને તેમના વિરુદ્ધ કરવામાં આવતા યોંન ગુનામાંથી બચાવવા માટે ભારત સરકારે તાજેતરમાં “ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ , ૨૦૧૨ નો તારીખ :- ૧૪-૧૧-૨૦૧૨ થી અમલ માં મુકેલ છે. આ કાયદા તળે યોન સંબંધિત ગુનાઓ જેવા કે હુમલો, પજવણી, અશ્લીલ હેતુઓ માટે બાળકનો ઉપયોગ વગેરે ગુના અંગે જોગવાઈ કરવામાં આવેલી છે આ ગુનાઓ માટે આજીવન કેદ ની શિક્ષા સુધી ની અને દંડ ની જોગવાઈ કરવામાં આવેલી છે. યોન સંબંધિત ગુનાઓ માં નીચેના ગુનાઓનો પણ સમાવેશ થાય છે. (અ) બીજા ને યૌન ક્રિયા કરતા હોવું જોવું અથવા તેમના અંગો જોવા (બ) બાળકોને ગુનેગાર ના ગુપ્તાંગો ને અડવું. (ક) બાળકો ને બળજબરી થી કે છેતરી ને યોન દ્રશ્યો વાળી અશ્લીલ ફિલ્મો બતાવવી કે અશ્લીલ બાબતો માટે ઉપયોગ કરવો. (ડ) શારીરિક સમાગમ વિગેરે..
પ્રશ્ન :- બાળક એટલે કોણ ? – કોઈ પણ વ્યક્તિ કે જે ૧૮ વર્ષ ની ઓછી ઉંમર ની છે તે વ્યક્તિ
પ્રશ્ન :- ખાસ અદાલત એટલે કઈ અદાલત ? – ખાસ અદાલત એટલે સેશન્સ અદાલત
પ્રશ્ન :- આ કાયદા ની વિશેષ જોગવાઈ કઈ છે ? – કાળજી અને રક્ષણ ની આવશ્યકતા વાળું બાળક હોય તો રીપોર્ટ મળ્યા ના ચોવીસ કલાક ની અંદર તુરંત જ પોલીસે બાળક ને કાળજી અને રક્ષણ મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની રહેશે. – પોલીસે આ બનાવ ની જાણ બાળ કલ્યાણ સમિતિ અને સ્પેશિયલ કોર્ટ ને કરવાની રહે છે. – કોઈ પણ સંજોગો માં બાળક ને રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશન માં રાખી શકશે નહિ. – બાળક નું નિવેદન નોંધી વખતે પોલીસે સાદા ડ્રેસ પહેરવાનું રહેશે. યુનિફોર્મ પહેરી શકશે નહિ. – નિવેદન બાળક ની પસંદગી ની જગ્યા એ નોંધવાનું રહેશે. – શક્ય હોય ત્યાં સુધી સ્ત્રી અમલદાર દ્વારા નોંધવાનું રહેશે. – બાળકની તબીબી તપાસ તેના માતા પિતા ની હાજરી માં કરવાની રહેશે. – જો બાળક સ્ત્રી જાતી નું હોય તો ડોક્ટર પણ સ્ત્રી જ જોઇશે. – બાળક ને વારંવાર કોર્ટ માં જુબાની માટે બોલાવવમાં આવશે નહિ. – કેસ ની કાર્યવાહી બંધ બારણે ચલાવવાની રહેશે.
પ્રશ્ન :- બાળક સાથે થયેલ યોન ગુના ના કેસ ની કાર્યવાહી અંગે શું જોગવાઈ છે ? – જુબાની દરમિયાન બાળક ને કોઈ ઉગ્ર પ્રશ્નો કે તેના ચારિત્ર્ય ઉપર હુમલો કરતા પ્રશ્નો પૂછી શકાશે નહિ. – તપાસ દરમિયાન કે કેસ ની કાર્યવાહી દરમિયાન ખાસ અદાલત ની ખાસ પરવાનગી વગર બાળક ની ઓળખાણ છતી કરી શકાય નહિ. – જુબાની દરમિયાન બાળક ને પૂછવાના પ્રશ્નો અદાલત ને ઉદ્રેશી ને પૂછવાનો રહેશે. ત્યારબાદ અદાલત તે પ્રશ્નો બાળક ને પૂછશે. – કેસ ની કાર્યવાહી શરુ થતા ૩૦ દિવસ ની અંદર જ બાળકનો પુરાવો નોંધી લેવાનો રહે છે. – કેસ ની કાર્યવાહી શરુ થાય ત્યાર થી એક વર્ષ ની અંદર તે પૂર્ણ કરવાની રહે છે. – પુરાવાની નોંધણી વખતે બાળક આરોપીને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવાની રહે છે. અદાલત સિવાય ની અન્ય જગ્યા એ પણ બાળક ની જુબાની કમીશન મારફતે નોંધી શકાય છે. કાનૂની સેવા સત્તા મંડળ સંબધિત બાળક ના કુટુંબ અગર વાલી ને વકીલ પુરા પાડવા અંગે ની જોગવાઈ કરવામાં આવે છે.
@વકીલસાહેબ
——————————————
વકીલ શ્રી ઓ ના સંદેશ :-
@વકીલસાહેબ જેવું એક પ્લેટ ફોર્મ જ્યાં દરેક વકીલ મિત્રો હોય – એ પહેલા એક કલ્પના હતી હવે એ સપનું પૂરું થશે એવું લાગી રહ્યું છે. હું ટીમને ખુબ અભિનંદન આપું છું.
- એડવોકેટ નિલેશ મકવાણા
- પ્રોફાઈલ લીંક – ક્લિક
——————————————
@વકીલ સાહેબ એ આધુનિક યુગ માં ટેકનોલોજી નો ઉપયોગ કરી , તમામ વકીલ શ્રી ઓ ના વિકાસ માટે નું પગલું છે .ગુજરાત ના તમામ તાલુકા ના વકીલ શ્રી નો સંપર્ક માત્ર એક જ મિનીટ માં થઇ જાય એવું પ્લેટ ફોર્મ છે.
– એડવોકેટ શૈલેશ જે. લોધા
– પ્રોફાઈલ લીંક – ક્લિક
——————————————
@ ફ્રેશર્સ એડવોકેટ ને પ્રેક્ટીસ માં મદદ રૂપ છે. તથા જરૂરી માહિતી માટે નો સ્ત્રોત સાબિત થઇ શકે છે. આજ ના જમાના માં આવું ઓનલાઈન પ્લેટફોર્મ હોવું જ જોઈએ. વકીલ સાહેબ ની તમામ ટીમ ને ખુબ ખુબ અભિનંદન.
– એડવોકેટ ક્રીમાબેન શાહ
– પ્રોફાઈલ લિંક – ક્લિક
——————————————
@ જ્ઞાન નો અવિરત પ્રવાહ ચાલુ રહી શકે તે માટે વકીલ સાહેબ જેવી વેબસાઈટ ની જરૂરીયાત હતી.
——————————————–
આપનો લેખ – સંદેશ – મોકલો –
Whats app :- 9723950269
Email Id :- vakilsaheb.gujarat@gmail.com
——————————————
જાણી લઈએ નિર્ભયા કેસ ના વી. વકીલ શ્રી એવા કરુણા નદી વિશે.
શ્રેષ્ઠ વકીલ સાહેબ ના ગુણ ક્યાં હોય ? – જોવા માટે – ક્લિક
વકીલ શ્રી ઓ ના આર્ટિકલ
એડવોકેટ ક્રીમા બેન વી શાહ . સુરેન્દ્રનગર – પ્રોફાઈલ લીંક – અહી ક્લિક કરો. આપ શ્રી એડવોકેટ સુરેન્દ્રનગર ખાતે હાલ પ્રેક્ટિસ માં કાર્યરત છો. આપે મોકલેલ બ્લોગ / આર્ટિકલ નીચે મુજબ છે.
General Awareness By Advocate Krima V Shah
समान कानूनी अधिकार जो हर भारतीय को पता होने चाहिए !!
1. ड्राइविंग करते समय यदि आपके 100ML ब्लड में अल्कोहल का लेवल 30mg से ज्यादा मिलता है तो पुलिस आपको मोटर वाहन एक्ट 1988 सेक्शन 185, 202 के तहत बिना किसी वारंट के गिरफ्तार कर सकती है|
2. पुलिस किसी भी महिला को शाम 6:00 बजे के बाद और सुबह 6:00 बजे से पहले किसी भी महिला को गिरफ्तार नहीं कर सकती| आपराधिक प्रक्रिया संहिता सेक्शन 46 के तहत भारत की हर महिला को यह अधिकार है.
3. भारतीय दंड संहिता, 166A के तहत पुलिस ऑफिसर FIR लिखने से मना नहीं कर सकता. यदि वह ऐसा करता है तो उन्हें 6 महीने से लेकर 1 साल तक की जेल हो सकती है|
4. भारतीय सरिउस अधिनियम 1887 के तहत भारत के प्रत्येक नागरिक को यह अधिकार है कि वह है भारत के किसी भी होटल में चाहे वह फाइव स्टार ही क्यों ना हो, फ्री में पानी पी सकता है और वाशरूम का इस्तेमाल कर सकता है. यदि कोई भी होटल मालिक आपको ऐसा करने से रोकता है तो आप उसके खिलाफ लीगल एक्शन ले सकते हैं|
5. भारतीय दंड संहिता व्यभिचार धारा 498 के तहत कोई भी शादीशुदा व्यक्ति किसी अविवाहित लड़कि या विधवा महिला से उसकी सहमति से शारीरिक संबंध बनाता है तो यह अपराध की श्रेणी में नहीं आएगा|
6. यदि कोई वयस्क लड़का या लड़की अपनी मर्जी से लिव-इन रिलेशनशिप में रहना चाहते हैं तो घरेलू हिंसा अधिनियम 2005 के तहत यह गैरकानूनी नहीं होगा और इन दोनों से पैदा होने वाली संतान भी गैरकानूनी नहीं होगी. इसके अलावा संतान को अपने माता पिता की संपत्ति में हक भी मिलेगा|
7. पुलिस एक्ट 1861 के तहत कोई भी पुलिस अधिकारी हमेशा ड्यूटी पर रहता है चाहे उसने यूनिफार्म पहनी हो या नहीं | यदि कोई व्यक्ति उस अधिकारी से कोई शिकायत करता है तो वह यह नहीं कह सकता कि वह ड्यूटी पर नहीं है और उसकी मदद नहीं कर सकता. क्योंकि वह हमेशा ड्यूटी पर रहता है|
8. मातृत्व लाभ अधिनियम 1961 के तहत कोई भी कंपनी किसी भी गर्भवती महिला को नौकरी से नहीं निकाल सकती. यदि कोई कंपनी ऐसा करती है तो उसे अधिकतम 3 साल तक की सजा हो सकती है|
9. टेक्स्ट उल्लंघन के मामले में कर वसूल अधिकारी को आयकर अधिनियम 1961 के तहत आपको गिरफ्तार करने का अधिकार है लेकिन गिरफ्तार करने से पहले उसे आप को नोटिस भेजना पड़ेगा| केवल टैक्स कमिश्नर यह फैसला करता है कि आप को कितनी देर तक हिरासत में रखना है.
10. हिंदू मैरिज एक्ट की धारा-13 के तहत कोई भी पति या पत्नी कोर्ट में तलाक के लिए अर्जी दे सकता है यदि उसके पास निम्न कारण हैं तो – शादी के बाहर शारीरिक रिश्ता बनाना, शारीरिक व मानसिक प्रताड़ना, नपुंसकता, बिना बताए छोड़ कर जाना, हिंदू धर्म छोड़कर कोई और धर्म अपनाना, पागलपन, लाइलाज बीमारी, वैराग्य लेने और 7 साल तक कोई अता-पता नहीं होने के आधार पर तलाक की अर्जी दाखिल की जा सकती है.
11. मोटर वाहन अधिनियम की धारा 129 में वाहन चालकों को हेलमेट लगाने का प्रावधान है. मोटर वाहन अधिनियम की धारा 128 में बाइक पर दो व्यक्तियों का बैठने का प्रावधान है लेकिन ट्रैफिक पुलिस के द्वारा गाड़ी या मोटरसाइकिल की चाबी निकालना बिल्कुल ही गैर कानूनी है. इसके लिए आप चाहे तो उस कॉन्स्टेबल या अधिकारी के खिलाफ कानूनी कार्यवाही करवा सकते हैं|
12. दंड प्रक्रिया संहिता 1973 के तहत केवल महिला पुलिसकर्मी ही महिलाओं को गिरफ्तार करके थाने में ला सकती हैं. कोई भी पुरुष पुलिसकर्मी किसी भी महिला को गिरफ्तार करने का अधिकार नहीं रखता है. इतना ही नहीं महिलाएं शाम के 6:00 से 6:00 बजे के बीच पुलिस स्टेशन जाने से मना कर सकती है. ये गंभीर अपराध के मामले में मजिस्ट्रेट से लिखित आदेश प्राप्त होने पर ही एक पुरुष पुलिसकर्मी किसी भी महिला को गिरफ्तार कर सकता है.
13. दोस्तों आपको जानकर हैरानी होगी कि यदि आपका गैस सिलेंडर खाना बनाते समय फट जाए तो आप जान और माल की भरपाई के लिए गैस सिलेंडर कंपनी से ₹40 लाख रुपए तक की डिमांड कर सकते हैं. यह राशि आपकी मदद के रूप में दी जाती है|
14. यदि आपका चालान बिना हेलमेट या किसी अन्य कारण से काट दिया जाता है तो मोटर वाहन संशोधन विधेयक 2016 के तहत फिर दोबारा उसी अपराध के लिए उसी दिन आपका चालान नहीं काटा जा सकता|
15.यदि आप हिंदू हैं और आपके पास आपका पुत्र है या पोत्र है तो हिंदू गोद लेने और रखरखाव अधिनियम 1956 के तहत आप किसी दूसरे लड़के को गोद नहीं ले सकते. साथ ही गोद लेने वाले व्यक्ति और गोद लिए जाने वाले बच्चे के बीच कम से कम 21 वर्ष का अंतर भी होना चाहिए|
16. आई.पी.सी. की धारा 428 के तहत कीसी भी जानवर को मारने या उसको अपंग बनाने पर उस शख्स को 25,000/- का दंड और 7 साल तक की सजा हो सकती है ।
दोस्तों उम्मीद करती हूं कि आपको मेरे द्वारा दी गई जानकारी अच्छी लगी होगी आप अपने अधिकारों का सही जगह पर सही समय पर इस्तेमाल करेंगे..|
@વકીલસાહેબ
વકીલ શ્રી ઓ ના આર્ટિકલ
એડવોકેટ જૈમીની નાયક . અમદાવાદ – પ્રોફાઈલ લીંક – અહી ક્લિક કરો. આપ શ્રી એડવોકેટ અમદાવાદ ખાતે હાલ પ્રેક્ટિસ માં કાર્યરત છો. આપે મોકલેલ બ્લોગ / આર્ટિકલ નીચે મુજબ છે.
વિષય :- ભરણપોષણ ના કાયદા ઉપર લેખ
પ્રસ્તાવના :- ભારત એક લોકશાહી દેશ છે. અને અહી સર્વે ને સ્વતંત્રા નો અધિકાર છે. દરેક વ્યક્તિ ને તેની વાણી જીવન જીવવાનો તેમજ જાતી અને ધર્મ નાં નામે થતા અન્યાયની સામે લડવાનો અધિકાર છે. આપણું બંધારણ એ સર્વોપરી છે. તેમાં વ્યક્તિ ના મૂળભૂત અધિકારો અને ફરજો નું વર્ણન કરવામાં આવે છે. જયારે કોઈ પણ વ્યક્તિ ના મૂળભૂત અધિકારો અને ફરજો નું વર્ણન કરવામાં આવેલ છે. જયારે કોઈ પણ વ્યક્તિ ના હકો ને છીનવી લેવામાં આવે તો ન્યાય મેળવવા કોર્ટ ની રચના કરવામાં આવેલ છે. અને પીડિત વ્યક્તિ કોર્ટ નો સહારો લઇ ને ન્યાય મેળવી શકે છે.
પ્રાચીન કાલ થી સ્ત્રો ઓ અન્યાય નો ભોગ બનતી રહી છે. અને આજે પણ આપને ડીજીટલ યુગ માં આવા પ્રકાર ના અન્યાયો રોકવામાં હજુ અસફળ રહ્યા છીએ. કાયદો સ્ત્રી ને રક્ષણ આપે છે. પણ ન્યાય, સમાનતા અને માં આપવામાં સમાજ થોડો કાચો પડે છે. કાયદો એ સમાજ ની શાંતિ અને સુરક્ષા માટે નું એક સાધન છે. અને આપણે એક એવા સમાજ ની રચના કરવી જોઈએ કે જ્યાં સમાજ એક સારી દિશા માં આગળ વધી રહ્યો હોય અને સારા સમાજ થાકી જ આપને એક સારા રાષ્ટ્ર નું નિર્માણ કરી શકીએ છીએ.
લગ્ન એ સમાજ નો મોટો પાયો છે. અને પતિ -પત્ની આ પાયા ના વિભિન્ન અંગ છે. હિંદુ કાયદા પ્રમાણે લગ્ન એ કોઈ કરાર નહિ પણ સંસ્કાર છે. મહાભારત અનુશાર પત્ની એ માત્ર ધર્મ, અર્થ અને કામ નો સ્ત્રોત નહિ પણ મોક્ષ નો પણ સ્ત્રોત છે. રામાયણ માં પત્ની ને પતિ નો આત્મા કહેવામાં આવેલ છે.
હિંદુ લગ્ન અધિધનયમ નો કાયદો સમાજ માં સ્ત્રીઓ ને થતા અન્યાય સામે રક્ષણ પૂરું પાડે છે. હિંદુ લગ્ન અધિધનયમ નો કાયદો ૧૯૫૫ ની સાલ માં અમલી બન્યો હતો . તેમાં સ્ત્રી ને પતિ ની મિલકત માં હક , છૂટાછેડા માટે ની જોગર્વાઈ , પૈતૃક સંપતી માં સમાન હિસ્સો તેમજ બાળક ની custady માટે નો હકો જેર્વા ઘણા પ્રવુતિ નો કલમ ના ભાગ રૂપે સમાવેશ કરર્વામાં આર્વેલ છે.
ભરણ પોષણ :- ભરણપોષણ એટલે જયારે કોઈ સ્ત્રી પોતે તેના જીર્વન ની જીર્વનજરૂરી ર્વસ્ત ઓ ને મેળર્વર્વા માં અસમર્થ છે અને એને પોતાનું જીર્વન ચલાર્વર્વામાં મુશ્કેલી પડી રહી હોય અને કોઈ બીજા ની ઉપર તેનો આધાર રહેલો હોય ત્યારે તે સ્ત્રી ભરણપોષણ મેળર્વર્વા હકપત્ર કહી સકાય છે .
ભરણપોષણ કોને મળી શકે ?
- પત્ની
- બાળકો (સગીર)
- માતા પિતા
૧. પત્ની : પત્ની માં એર્વી સ્ત્રી જેને પતિ તરફ થી છૂટાછેડા આપર્વામાં આર્વેલ છે અથર્વા છૂટાછેડા નથી થયેલા પરંત તે સ્ત્રી તેની કાયદેસર ની પત્ની છે ત્યારે અથર્વા તે સ્ત્રી જેને છૂટાછેડા લીધેલ છે અને બીજા લગ્ન કરેલ નથી ત્યારે તે સ્ત્રી ભરણ પોષણ મેળર્વર્વા ને હકદાર છે.
૨. બાળક ( સગીર ) : સગીર વ્યક્તિ એટલે એર્વી વ્યક્તિ જેને ભારતીય પુખ્ત ર્વય ના ધારા મ જબ ૧૮૭૫ ની જોગર્વાઈ મુજબ પુખ્ત વયે પહોચેલ છે. કાયદા મુજબ તેની ઉમર ૧૮ વર્ષ છે.
૩. માતા પિતા : માતા પિતા કે જે પોતાનું ભરણપોષણ કરર્વામાં અસમથમ છે તે .
ભરણ પોષણ ની ફરિયાદ ક્યાં થઇ શકે ?
ભરણ પોષણ ની ફરિયાદ જે તે જીલ્લા ની ફેમીલી કોર્ટ કે મેજીસ્ટ્રેટ કોર્ટ કે તાલુકા કોર્ટ માં થઇ શકે છે. અને કોર્ટ ના હુકમ અનુસાર ન્યાય મળે છે.
ફરિયાદ ની પ્રક્રિયા :-
(૧) લેખિત માં ફરિયાદ કરવાની રહે છે.
(૨) લગ્ન ના પુરાવા રજુ કરવાના રહે છે.
(૩) કોર્ટ માં સુનાવણી માટે હાજર રહેવાનું હોય છે.
(૪) કોર્ટ માં પુરાવા રજુ કરવાના રહે છે.
(૫) અને અંતે નામદાર કોર્ટ દ્વારા ભરણ પોષણ ની રકમ નક્કી કરવામાં આવે છે. અને તે ચુકવવા આદેશ કરવામાં આવે છે.
અગત્યનો કેસ :-
Mohmad Ahmed Khan / Shahbano Begum and Others (1985 AIR 945)
આ કેસ ની હકીકત મુજબ સામાવાળા એક વકીલ હતા અને અરજદાર એ તેમની સાથે ૧૯૫૨ માં લગ્ન કરેલ તેમણે ૩ પુત્રો અને ૨ પુત્રી હતા. અરજદાર ને ૬૨ વર્ષ ની ઉમરે તેમના પતિ દ્વારા કાઢી મુકવામાં આવેલ. અને તેની ફરિયાદ કરતા, અરજદાર ને માસિક રૂપિયા ૨૦૦ નું ભરણ પોષણ મેળવતો ચુકાદો નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ. જે રકમ પુરતી ના હોય તે ચુકાદા ને ઉપરી અદાલત સમક્ષ મુકવામાં આવેલ અને. નામદાર સુર્પીમ કોર્ટ તે માન્ય રાખી અને જણાવેલ કે પતિ પત્ની ના કેસ માં પતી તેની પત્ની નું ભરણ પોષણ કરવા બંધાયેલ છે. જયારે તેની પત્ની જીવન નિર્વાહ કરવા અસમર્થ હોય ત્યારે તેની પાસે કોઈ સ્ત્રોત ના હોય.
——————————————
@વકીલ સાહેબ તરફ થી રજુ જરૂરી ચુકાદો …
૧. માત્ર હસ્ત નિષ્ણાત ના અભિપ્રાય થી એફ.આઈ.આર.રજીસ્ટર થાય નહિ. https://wp.me/pcGW20-g8
૨. પીવાનું પાણી એ મૂળભૂત અધિકાર છે. https://wp.me/pcGW20-gH
૩. કેસ અને કાઉન્ટર કેસ એક સાથે અને એક પછી એક જ ચલાવવા જોઈએ. https://wp.me/pcGW20-gQ
૪. સંમતી થી થયેલ સમાધાન એ સજા ઓછી કરવા માટે સાંયોગિક છે. https://wp.me/pcGW20-hu
૫. દીકરી નો સંપતિ માં અધિકાર છે. સુપ્રીમ કોર્ટ https://wp.me/pcGW20-hT
૬. ૧૮ વર્ષ પહેલા સમાધાન માં, ૩ વર્ષ માં કરેલ ડીકલેરેશન નો દાવો સમય મર્યાદા માં જ છે https://wp.me/pcGW20-hZ
૭. ઉલટ તપાસ એ એક એસીડ ટેસ્ટ છે. સુપ્રીમ કોર્ટ https://wp.me/pcGW20-js
૮. ફોજદારી અદાલત અપૂરતા સ્ટેમ્પડ દસ્તાવેજ ને ઉમ્પાઊંડ કરી શકે કે કેમ ? https://wp.me/pcGW20-kr
૯. શું એડવોકેટ તેના અસીલ સાથે કેસ ના પરિણામ ના આધારે ફી નક્કી કરી શકે ?https://wp.me/pcGW20-m2
૧૦. પ્રાઇવેટ એડવોકેટ , પ્રોસ્ક્યુસન નો કેસ માં પુરાવો લીડ કરી શકે નહિ https://wp.me/pcGW20-nv
૧૧. માત્ર સરકારી વકીલ જ સરકાર તરફે કેસ લડી શકે.https://wp.me/pcGW20-ny
૧૨. સી.આર.પી.સી. ૩૧૧ – સાક્ષી ને કોઈ પણ સ્ટેજે બોલાવી શકાય. https://wp.me/pcGW20-nE
૧૩. આરોપી ના અધિકારો https://wp.me/pcGW20-nM
૧૪. સરકારી વકીલ નો રોલ અને ફરજો https://wp.me/pcGW20-nP
૧૫. ક્રિમીનલ કોન્સ્પીરસી વિશેના તમામ જજમેન્ટ https://wp.me/pcGW20-nU
૧૬.હોસ્ટાઈલ વિટનેસ નો પુરાવો કેટલો માન્ય ? તમામ ચુકાદો નું લીસ્ટ. https://wp.me/pcGW20-oL
—————————————–
કોર્ટ કમિશ્નર વિષે તમામ માહિતી – જરૂરી ચુકાદાઓ સાથે કલમ ૭૫ હુકમ ૨૬ નિયમ ૯
કલમ ૭૫ – કોર્ટ કમિશનર ની જોગવાઈ અહી જોવો
હુકમ ૨૬ નિયમ ૯ વિષે ની જોગવાઈ અને સામાન્ય સમજ અહી જોવો
કોર્ટ કમિશ્નર નીમવાનો અંગ્રેજી માં મોડેલ ઓર્ડર અહી જોવો
કોર્ટ કમિશ્નર ક્યાં સંજોગો માં નીમી શકાય ? અહી જોવો
કોર્ટ કમિશ્નર ની અરજી ક્યાં સંજોગો માં રીજેક્ટ કરી સકાય ? અહી જોવો
શું સામાવાળી પાર્ટી ને નોટીસ કાઢવી ફરજીયાત છે ? અહી જોવો
કોર્ટ કમિશ્નર પુરાવા ભેગા ના કરી શકે ? અહી જોવો
કોર્ટ કમિશનર પઝેશન નક્કી ના કરી શકે ? અહી જોવો
કોર્ટ કમિશ્નર લોકલ ઇન્વેસ્ટીગેશન કરી શકે? અહી જોવો
કેટલા જલ્દી કોર્ટ કમિશ્નર રોકવા જોઈએ ?અહી જોવો
ક્યાં ક્યાં સ્ટેજ ઉપર કોર્ટ કમિશ્નર રોકી શકાય ?અહી જોવો
એક્ઝીક્યુટીન કોર્ટ – કોર્ટ કમિશ્નર રોકી શકે ?અહી જોવો
કોર્ટ કમિશ્નર માટે મહેનતાણા ની કોઈ સ્પેસિફિક જોગવાઈ છે. ? અહી જોવો
કોર્ટ કમિશ્નર ના પાવર શું છે ?અહી જોવો
કોર્ટ કમિશનર ના રેપોટ ઉપર ઓબ્જેક્શન લઇ શકાય ? અહી જોવો
કોર્ટ કમિશ્નર ને શાક્ષી તરીકે બોલાવી શકાય ?અહી જોવો
કોર્ટ કમિશ્નર પુરાવા ભેગા કરી શકે કોઈ પાર્ટી માટે ? અહી જોવો
એક જ હેતુ માટે બીજી વાર કોર્ટ કમિશ્નર રોકી સકાય ? અહી જોવો
કોર્ટ જાતે સુઓ મોટો કોર્ટ કમિશ્નર રોકી શકે ? અહી જોવો
કોર્ટ કમિશનર ના રેપોટ ની Evidentary Value કેટલી ? ચુકાદા સાથે અહી જોવો
વકીલસાહેબ.
વકીલ શ્રી ઓ ના આર્ટિકલ
એડવોકેટ ભુમીતા કોટક . રાજકોટ – પ્રોફાઈલ લીંક – અહી ક્લિક કરો. આપ શ્રી એડવોકેટ રાજકોટ ખાતે હાલ પ્રેક્ટિસ માં કાર્યરત છો. આપે મોકલેલ બ્લોગ / આર્ટિકલ નીચે મુજબ છે.
જાહેરનામા વિશે ની સમજ :~
#~ જાહેરનામું એટલે સુ?
જાહેરનામું એ જે તે રાજ્ય ના ગૃહમંત્રી દ્વારા આપાત કાલીન પરિસ્થિતિ માં બહાર પાડવામાં આવે છે.તે મુજબ જાહેર કરવામાં આવેલા નીતિ નિયમો અનુસાર શહેરીજનો/નાગરિકો ને અનુસરવાનું રહે છે.અને જો તેનો ભંગ થાય તો જાહેરનામા મા દર્શાવ્યા મુજબ ની કલમ હેઠળ સજા/ દંડ પણ થઈ શકે છે.
# ~ જાહેરનામા નો અમલ કઈ રીતે?
જે તે શહેર ના પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામા નો અમલ કરાવવામાં આવે છે.
# ~ જાહેરનામા ના ભંગ બદલ લગાવવામાં આવતી કલમો :~
જાહેરનામા નો ભંગ થાય તો IPC ની કલમ 188 , 269, 270 અને મહામારી કે કુદરતી આફત ના સમય ની કલમો લાગુ પડે છે. મહત્તમ સજા 2 વર્ષ / દંડ ની જોગવાઈ છે. જો સમય મર્યાદા થી વધુ જાહેર માર્ગો પર ફરવું અથવા વ્યવસાયિક સ્થાનો પર રહો તો કલમ 269 મુજબ ગુનો નોંધી કાર્યવાહી થઈ શકે છે.
#~ કરફ્યુ નો સમય:~ જો ઇમરજન્સી હોય એટલે કે તમારા ઘરમાં કોઈ ને તકલીફ હોય કે કોઈ દવા કે કઈ પણ બીજી જરૂરિયાત હોય તો તેવા સમયે તમે ફરજ પર ના અધિકારી ને તમે વાત કરી ને તમારા કામ કરી શકો છો.
@ વકીલ સાહેબ
એડવોકેટ મોદન મેહજબીન યુસુફભાઈ . અમદાવાદ – પ્રોફાઈલ લીંક – અહી ક્લિક કરો. આપ શ્રી એડવોકેટ અમદાવાદ ખાતે હાલ પ્રેક્ટિસ માં કાર્યરત છો. આપે મોકલેલ બ્લોગ / આર્ટિકલ નીચે મુજબ છે.
ભરણપોષણ વિશે પ્રેકટીકલ માહિતી :-
ભરણપોષણ મેળવવા માટે – (૧) ભરણપોષણ ની અરજી (૨) ભરણપોષણ માટે નું એફિડેવિટ
(૩) વચગાળા નું વળતર મેળવવા માટે ની અરજી (૪) દસ્તાવેજી લીસ્ટ (૫) વકીલ રોકવાની પરવાનગી અરજી (૬) વકીલાત નામું વિગેરે ની જરૂર પડે છે.
અરજી માં ધ્યાને રાખવાના જરૂરી મુદ્દાઓ :-
(૧) અરજદાર ના લગ્ન વિષે ની માહિતી – અરજદાર અને સામાવાળા ના લગ્ન કઈ તારીખે , જગ્યાએ એ અને કેવી રીતે થયેલ તેની વિગતો જણાવવાનું રહેશે.
(૨) લગન દરમિયાન પિયર પક્ષ અને સાસરી પક્ષ તરીકે દર દાગીના , રૂપિયા અને અન્ય ચીજ વસ્તુઓ ની માહિતી દર્શાવવાની રહે છે.
(૩) લગન બાદ ક્યાં સ્થળે રહેતા હતા તે દર્શાવવાનું રહેશે.
(૪) અરજદાર અને સામાવાળા વચ્ચે તો સાંસારિક જીવન હોય તી, તેમાં બાળકો ના જન્મ તારીખ અને તેની તમામ વિગતો લખવાની રહે છે.
(૫) અરજદાર અને સામાવાળા કેટલા સમય થી અલગ અલગ રહે છે અને ક્યાં રહે છે. તથા હાલ માં બાળકો કોની પાસે રહે છે અને કેટલા સમય થી બાળકો કોની પાસે છે તેની વિગત.
(૬) અરજદાર અને સામવાળા વચ્ચે તકરાર કેવી રીતે થઇ અને તકરાર નો મુખ્ય ઉદ્રેશ / હેતુ કે કારણ શું હતું તે સ્પષ્ટ જણાવવાનું રહેશે.
(૭) જે પણ ત્રાસ આપેલ હોય તે ત્રાસ સ્પષ્ટ રીતે લખવાની રહેશે.
(૮) સામાવાળાની આવક નો સ્ત્રોત સાચો અને પુરાવા સાથે અથવા તો એફિડેવિટ થી મુકવાનો રહેશે.
(૯) સામાવાળા ની તમામ મિલકત વિષે જાણકારી હોય તો તે આપવાની રહેશે.
ક્રિમીનલ પ્રોસીજર કોડ ની ધ્યાનમાં રાખવા જેવી બાબતો :-
(૧) પૂરતા સાધનો હોવા છતા કોઈ વ્યક્તિ પોતાના નીચે જણાવેલ કોઈ કુંટુંબ ના સભ્ય નું ભરણપોષણ કરવામાં નિષ્ફળ રહે અથવા આપવાની નાં પાડે જેમ કે પત્ની ના કે તે સંતાન ના પિતા ના કે માતા ના ભરણ પોષણ ની રકમ આપવાનો અને પ્રથમ વર્ગ મેજીસ્ટ્રેટ વખતો વખત આદેશ આપે તે વ્યક્તિ ને તે ચૂકવી દેવા આદેશ / હુકમ કરી શકશે. (અ) ખુદ નું ભરણપોષણ ના કરી શકનાર પત્ની (બ) ખુદ નું ભરણપોષણ ના કરી શકનાર પરિણીત કે અપરિણીત પોતાના ઓરસ કે અનોરસ સગીર સંતાન (ક) કોઈ શારીરિક કે માનસિક ખોળ કે ઈજા ને કારણે ખુદ નું ભરણ પોષણ ન કરી શકનાર પુખ્ત વયનું ઓરસ કે અનોરસ સંતાન અથવા (ડ) ખુદ નું ભરણપોષણ ન કરી શકનાર માતા પિતા
ક્રિમીનલ કોર્ટ માં ફરિયાદ / અરજી દાખલ કરતી વખતે
(અ) સામવાળા નું નામ સરનામું સ્પસ્ટ લખવાનું રહે છે.
(બ) જે દાદ નામદાર કોર્ટ સમક્ષ માંગેલ છે. તેની સ્પસ્ટ વિગત આપવાની રહે છે.
(ક) જરૂરી દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહે છે
(ડ) પોલીસ કેસ કે અન્ય કોર્ટ માં કોઈ કેસ ચાલતો હોય તો તેની વિગત દર્શાવવાની રહે છે.
(ઈ) આજીવિકા માટે નો કુલ ખર્ચ ની વિગત દર્શ્વાની રહે છે.
(ઉ) જે સાહેદો તપાસવાના હોય તે સાહેદો ના નામ સરનામાં સ્પસ્ટ જાણવાના રહે છે.
તથા પોતાનો ઈકરાર કરવાનો હોય છે. સોગંદ નામા ઉપર :-
અમો નીચે સહી કરનાર (અરજદાર નું નામ ) (સરનામું) (રહે) (ઉમર) (ધંધો) (ધર્મ) .અમારા ધર્મ ના સોગંદ ઉપર આ ઈકરાર કરી જાહેર કરીએ છીએ. (અરજદાર ની સહી )
——————————————
@વકીલસાહેબ
_________________________________
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઘરેલું હિંસા વિષે ખ્યાતનામ ચુકાદો અને રજુ કરવાની એફિડેવિટ ના ફોરમેટ ગુજરાતી માં ડાઉનલોડ કરવા માટે
અહી ક્લિક કરો. – Download
વકીલ શ્રી ઓ ને શ્રદ્ધાંજલિ
વકીલ સાહેબ વેબ પ્લેટફોર્મ તરફ થી અને ગુજરાત ના તમામ વકીલ શ્રી ઓ તરફ થી કોરોના કાલ માં પ્રભુ ને ધામ થયેલ તમામ ગુજરાત ના વકીલ શ્રીઓ તથા ભારત ના વકીલ શ્રી ઓ ને હૃદય પૂર્વક શ્રધાંજલિ અર્પિત કરીએ છીએ.
આવી રહ્યું છે ટૂંક સમય માં આપ વકીલ શ્રી ઓં માટે
વકીલ સાહેબ ગ્રાન્ટેડ શોપ
માત્ર રજીસ્ટર થયેલ વકીલ શ્રી માટે.
રજીસ્ટ્રેશન તદ્દન ફ્રી છે.
Difference between Oral Evidence and Documentary Evidence
Updates from Gujarat High Court – Recruitment Website
New Website :- https://hc-ojas.gujarat.gov.in/
Gujarat High Court Important Link
- Gujarat High Court YouTube Channel Link
- Gujarat High Court Telegram Channel Link
- E Filing Portal Link
- E Gate Pass Link
Gujarat High Court Important Link
Download Gujarati Judgement of Gujarat High Court
નામદાર ગુજરાત હાઈકોર્ટ ના જજમેન્ટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા એનરોલમેન્ટ ફોર્મ વિશે સમજી લો.
નવું ફોર્મ ડાઉનલોડ કરવા :- કિલક કરો
ફ્રી ડિરેક્ટરી રજીસ્ટ્રેશન
માત્ર ગુજરાત ના વી.વકીલ શ્રી માટે ની વેબસાઈટ
દરેક તાલુકા અને જીલ્લા ના વકીલ શ્રી ઓ સાથે સંપર્ક
ગુગલ સર્ચ એન્જીન માં આપનું નામ લખતા જ આપનો કોન્ટેક થઇ શકે તેવો પ્રયાસ.
ડાયરેક્ટ રજીસ્ટ્રેશન :- ક્લિક
ગુગલ ફોર્મ થી રજી. :- ક્લિક
વોટ્સ એપ થી : – ૯૭૨૩૯ ૫૦૨૬૯
Google Search Engine Result Demo For You.
Thanks for Reading
ઉપરોક્ત માહિતી માત્ર માર્ગદર્શન અને Knowledge Sharing માટે છે. Grammatical Mistake અને શાબ્દિક ભૂલો ને દરગુજર કરશો.
Share it